પ્રાથમિક કક્ષાએ અપાતા શિક્ષણની કેટલીક ખામીઓને લીધે ગામડામાં ભણતા આપણાં બાળકોનું શિક્ષણનું સ્તર બેહદ નીચે ગયું છે.
આપણા સમાજની ૯૦ ટકા વસ્તી ગામડાઓમાં વસે છે. એટલે આ શિક્ષણનો પ્રશ્ન આપણને વધુંમાં વધુ સ્પર્શે છે શિક્ષણની આવી સ્થિતિમાં જો આપણે જાગૃત ન બનીએ તો આવતા પ-૧૦ વર્ષ માં ગામડામાંથી કોઇ ગ્રેજયુએટ બાળક શોધવો મુશ્કેલ બનશે.
બીજી પણ કેટલીક બાબતો આપણા ગ્રામ્ય-બાળકોને શિક્ષિત થતો રોકે તેમ છે.
જેવી કે,
- જાતિગત સમાજ સ્થાપનાની લોખંડી મજબૂત દિવાલને ભેદીને તેણે પ્રગતિ કરવાની છે.
- અન્ય સમાજો કરતાં આર્થિક બાબતોમાં પણ આપણો સમાજ ખુબ કંગાળ હાલતમાં જીવી રહ્યો છે. નથી તેની પાસે ખેતીવીડી લાયક જમીન, નથી નાનો મોટો ઉધૅાગ કે નથી અન્ય કોઇ પ્રગતિનો રસ્તો, બીજાને આધારે એ જીવી રહ્યો છે.
- વળી કેટલીક ધાર્મિક અંધશ્રધ્ધાઓ પણ આ સમાજની પ્રગતિને રોકે છે.
- આર્થિક રીતે નુકશાન કરે એવા કુરિવાજો પણ પ્રગતિને રૂંધે છે.
- આવી બધી મજબુત દિવાલોને ભેદીને આજના આપણા ગરીબ બાળકોને શિક્ષિત સમાજની હૂંફની તાતી જરૂર છે. તે આ અંગે આપણે થોડા ચિંતનશીલ બનીએ.
- સંઘર્ષ કરીને શિક્ષિત બનેલા અને થોડા આર્થિક રીતે સુખી થયેલા આપણા સમાજનાં ભાઇઓની સમાજને બેઠો કરવાની ફરજ થઇ પડે છે.
- વર્તમાન કોમ્પ્યુટર યુગ રૉકેટ ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. આ યુગ સાથે ખભે ખભા મિલાવીને ચાલવા માટે ‘‘શિક્ષણ‘‘ એ જ એક ઉપાય છે.
- ડૉ.બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે, ‘‘ શિક્ષણ સિંહણું દૂધ છે, એ પીશે એ ત્રાડ નાખશે.‘‘ ખરેખર એ સાચું જ છે.
- શિક્ષિત વ્યકિત જ લોકશાહીનું મૂલ્ય સમજશે, માનવ મુલ્ય સમજશે., બંધારણીય રીતે મળેલ હકકોને સમજશે, અને સમાનતાની ઘોષણા કરી શકશે.
- આ ટ્રસ્ટ ફકત ‘‘ શિક્ષણ‘‘ એક જ મુદ્દાને લક્ષ્યમાં રાખ્યો છે.
- આ ટ્રસ્ટ શિક્ષણ અંગેના વિવિધ પાસા વિશે વિચારશે અને તેને કાર્યશિલ કરશે.
જેવા કે,
ગ્રામ્ય બાળકો માટે તાલુકા કક્ષાએ ધોરણ-૯ થી ૧ર ના ટયુશન વર્ગો ચાલુ કરવા સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગો ચાલુ કરવા, નિભાવવા, pinstaporn.com duitse porno.
કોમ્પ્યુટર શિક્ષણ માટેના વર્ગો શરૂ કરવા જિલ્લા કક્ષાએ કુમાર-કન્યા છાત્રાલયો ચાલુ કરવા અને નિભાવવા ઇન્ગલીશ મિડિયમ પ્રાથમિક સ્કૂલો શરૂ કરવી. ધીરે ધીરે ટ્રસ્ટ મજબુત બનતા માધ્યમિક અને કોલેજ કક્ષાએ પણ શિક્ષણ સંકૂલો ઉભા કરવા તેમજ મેડિકલ અને એવા બીજા ઉચ્ચ કક્ષાના અભ્યાસમાં આર્થિક મુશ્કેલી અનુભવતા હોય એવા વિધૅાર્થિઓને આર્થિક રીતે સહાય રૂપ થવું.